એકલા રહેતા મધ્યમ વર્ગના અશક્ત વડીલોની વિનામૂલ્ય ભોજન એમના ઘરે પહોંચાડતી સંસ્થા.
મિત્રો સમાજમાં ઘણાં એવા મધ્યમવર્ગના જરૂરીયાતમંદ અશક્ત બા-દાદા છે કે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુરતું ભોજન કરી શકતા નથી કે ભીખ પણ માગી શકતા નથી આવા જરૂરીયાતમંદ વડીલોની યાદી તૈયાર કરી 264 થી વધુ વડીલોને ઘરે બેઠાં બે સમયનું ભોજન વિનામૂલ્યે પહોચાડતી સંસ્થા.
આવા નારાણપુરા વિસ્તારની આજુબાજુ રહેતાં વડીલોને ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ બંને ટાઈમ નિયમિત જમવાનું એમના ઘરે પહોંચાડે છે. સંસ્થાનો આશય વડીલોને મદદ કરવાનો અને ઘરડા ઘર ઉભરાય નહીં અને વડીલો પોતાના ઘરમાં જ રહે એવો છે. ઘણી બધી સંસ્થાઓ અન્ય સેવાકીય પ્રવૃતિઓ અઠવાડિયે મહિને કે ક્યારેક ક્યારેક કરતી હોય છે પરંતુ અમારી સંસ્થા નિયમિત છેલ્લા નવ વર્ષથી સતત વડીલોની સેવામાં કાર્યરત છે.
ઉનાળાની રુતુ મા છાશ વિતરણ કરવામા આવ્યુ.
જરુરતમંદ ને કિટ વિતરણ કરવામા આવે છે.
માનવ મંદિર મેમનગરમાં દર રવિવારે ભોજન વિતરણ.
સર્વ શ્રેષ્ઠ સેવા જરૂરિયાતમંદ વડીલોને ભોજન આપી કરી રહ્યાં છે ચંદ્રકાન્તભાઈ પટેલ
- ગણેશભાઈ પ્રજાપતિ
શોપ
ખરેખર, ચંદ્રકાન્તભાઈ પટેલ અને તેમનું ક્રિષ્ના નિ:સ્વાર્થ સેવા ટ્રસ્ટ જે સેવા કાર્ય કરી રહ્યું છે, તે અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. વડીલોને ભોજન કરાવ્યા પછી પોતે જમવાનું, તે એક સદ્ ભાવનાથી ભરેલું કાર્ય છે, જેનો હેતુ માત્ર સેવા નથી, પણ સાચી માનવતા દર્શાવતું કાર્ય છે. આવા નિ:સ્વાર્થ સેવાભાવી લોકોથી સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. એના પિતા-માતાને પણ વંદન, જેમણે તેમને આવા સંસ્કાર આપ્યા. સાચે જ, આજે કળીયુગમાં શેઠ શગાળસાની જેમ કામ કરનાર વ્યક્તિઓ ઓછા જોવા મળે છે, અને ચંદ્રકાન્તભાઈએ સમાજ માટે એક ઉદાર ઉદાહરણ પુરું પાડ્યું છે. આ સેવા પ્રવૃત્તિઓ સતત પ્રગતિ કરે અને વધુને વધુ વડીલોને ભોજન પહોચાડી શકે, તેવી શુભકામનાઓ!
- ધ્રુવ પટેલ
વિદ્યાર્થી